ગુજરાત : RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મળશે મુક્તિ, હવે ટેસ્ટ પાસ કર્યા વગર જ મેળવી શકશો ડ્રાઈવિંગ લાઈસન્સ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજ્યમાં ડ્રાઇવિંગ કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જો કે, હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મોટી રાહત મળશે. લોકોએ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહી. જી હા, તમે જે વાંચ્યું એ સત્ય છે. જો કે, આ માટે તમારે નિયમો હેઠળ શિક્ષણનું ઉચ્ચ ધોરણ હોવું જરૂરી છે તેમજ પ્રાઇવેટ ટ્રેઇનિંગ સ્કૂલો ખાતે નવા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે.

RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી: વાહનચાલકોને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સરકારની રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રનાં રોડ ટ્રાસન્પોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેનો અમલ 1 જૂન 2024થી કરવામાં આવશે. દરેક વ્યક્તિઓ હવે સરકાર હસ્તકની RTOને બદલે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશે. સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેનાં લાઇસન્સનું સર્ટિફિકેટ આપવાનાં અધિકારો આપવામાં આવશે. સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવામાં આવશે. જૂના 9,00,000 સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણમાં રાખવા નવા નિયમોનો કડક અમલ કરાશે.

privet ડ્રાઇવિંગ શાળાઓ માટે નવા નિયમો: ડ્રાઇવિંગ ટ્રેઇનિંગ સેન્ટરો પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવા જરૂરી. ફોર વ્હીલ્સની ટ્રેઇનિંગ માટે બે એકર જમીન હોવી જરૂરી.

સ્કૂલો ટેસ્ટિંગ માટે યોગ્ય સુવિધાઓ ધરાવતી હોવી જોઈએ: ટ્રેઇનર હાઇસ્કૂલનો ડિપ્લોમા કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.આ ઉપરાંત પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ટ્રેઇનર બાયોમેટ્રિક્સ તેમજ IT સિસ્ટમથી માહિતગાર હોવા જોઈએ.

લાઇટ મોટર વ્હિકલ (LMV) માટે ચાર અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની રહેશે જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ માટે 21 કલાક.

6 અઠવાડિયામાં 38 કલાક. જેમાં થિયરી માટે આઠ કલાક અને પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ માટે 31 કલાક.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.