
ગુજરાતથી આસામ સુધીની રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરશે
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક પદયાત્રા કરવા જઈ રહ્યા છે.જેમાં તેઓ પોરબંદરથી શરૂ થતી આ પદયાત્રા આસામ સુધી જશે.એક મહિના બાદ રાયુપરમાં મળનારી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્લાનિંગ સેશનમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.આમ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી આ યાત્રા શરૂ થશે.જે પદયાત્રા અંગેની તારીખ હજુસુધી નક્કી કરવામાં આવી નથી.આમ સંસદના ચોમાસા સત્ર બાદ વર્ષના અંત સુધીમાં આ પદયાત્રા નીકળશે.કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટી બેરોજગાર,મોંઘવારી તેમજ અસમાનતા સહિતના લોકોના પ્રશ્ન સફળ રીતે ઉઠાવ્યા હતા.