
ગુજરાત સહિત સાત રાજ્યમાં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે
વર્તમાનમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે દેશના સાત રાજ્યોમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવશે.ત્યારે આ રાજ્યોમાં તામિલનાડુ, તેલંગાણા,કર્ણાટક,મહારાષ્ટ્ર,ગુજરાત,મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આગામી સમયમાં રાજ્યસ્તરે વિશેષ માળખુ તૈયાર કરવામાં આવશે.જેને કારણે આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં સ્થાનિક તેમજ વિદેશી રોકાણ વધશે અને આમ થવાથી હજારો લોકોને રોજગારી મળશે.જે આશરે રૂ.4445 કરોડના ખર્ચે મેગા ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે,જેની મદદથી 20 લાખ નોકરીઓ સીધી કે આડકતરી રીતે મળી રહેશે અને રૂ.70 હજાર કરોડનું સ્થાનિક તેમજ વિદેશી રોકાણ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.