આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે રવિવારે ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં ક્વોરન્ટાઈન સાથે જાેડાયેલા નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન ૮ ઓગસ્ટથી લાગુ થશે. તેના અંતર્ગત જે ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ કોરોના માટે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ જમા કરશે, તેને જ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં છૂટ આપવામાં આવશે. ગાઈડલાઈનના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ યાત્રા શરૂ થયાના ૯૬ કલાક પહેલા કરાવવાનો રહેશે. ત્યારબાદ રિપોર્ટને પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન માંથી છૂટ મળ્યા બાદ પણ મુસાફરોએ દરેક ટ્રાવેલર્સે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. યાત્રા શરૂ થયાના ૪ દિવસની અંદર આ ટેસ્ટ કરાવવો પડશે. દરેક મુસાફરે રિપોર્ટની માન્યતા માટે એક ડિક્લેરેશન સબમિટ કરવાનું રહેશે. ડિક્લેરેશન ખોટું હોવાનું માલુમ પડશે તો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવી શકે છે.  મુસાફરોએ પ્રવાસ શરૂ કરવાના ૭૨ કલાક પહેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સબમિટ કરાવવાનું રહેશે. જાે મુસાફરની પાસે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ નથી તો તેને ૭ દિવસ સુધી ફરજિયાત પેડ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન અને ત્યારબાદ ૭ દિવસના હોમ આઈસોલેશન માં રહેવું પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.