સરકારે ખાધતેલો પરની કસ્ટમ ડ્યુટી અને એગ્રી સેસ ઘટાડયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 75

તહેવારોની સિઝનમાં કમરતોડ મોંઘવારીના કારણે બેવડ વળી ગયેલા સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ખાવાના પામ ઓઈલ અને સન ફ્લાવર ઓઈલ પરનો એગ્રિકલ્ચર સેસ અને કસ્ટમ ડ્યુટીને ઘટાડી દીધી છે. આ પહેલા કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ તેલ અને તેલ પર સ્ટોક લિમિટ લાગુ કરી હતી. આ લિમિટ માર્ચ 2022 સુધી રહેશે. આ સિવાય સરસવના તેલને છોડીને બીજા ખાધતેલોની કિંમતોમાં 3.26 ટકાથી માંડીને 8.58 ટકા સુધીનો ઘટાડો થયો છે. આમ સરકારના નિર્ણય મુજબ પામતેલ પરની ડ્યુટી 24.75 ટકાથી ઘટાડીને 8.25 ટકા,આરબીડી પામોલિન પરની ડ્યુટી 35.75 ટકાથી ઘટાડીને 19.25 ટકા કરવામાં આવી છે. આ રીતે ક્રુડ સોયાતેલ પર 24.75 ટકાથી ઘટાડીને 5.5 ટકા,રિફાઈન્ડ સોયા તેલ પરની ડ્યુટી 35.75થી ઘટાડીને 19.5 ટકા,ક્રુડ સુરજમુખી તેલ પરની ડ્યુટી 24.75 ટકાથી ઘટાડીને 5.5 ટકા અને રિફાઈન્ડ સૂરજમુખ તેલ પરની ડ્યુટી 35.75થી ઘટાડીને 19.25 ટકા કરવામાં આવી છે. જેના કારણે ખાધતેલ માર્કેટમાં મંદી આવવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.