
આ રાજ્યમાં બીજા લગ્ન કરવા માટે લેવી પડશે સરકારની મંજૂરી, આદેશ તાત્કાલિક અસરથી લાગુ
હવે આસામમાં જો કોઈ રાજ્ય સરકારનો કર્મચારી બીજી વખત લગ્ન કરવા ઈચ્છે છે તો તેણે સરકારની પરવાનગી લેવી પડશે. આ નિર્ણય વિશે માહિતી આપતાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, જો કોઈ કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ થાય છે, તો ઘણા કિસ્સાઓમાં તે વ્યક્તિની એકથી વધુ પત્ની ફેમિલી પેન્શન માટે દાવો કરે છે. સરકારને આવા કેસોના સમાધાનમાં અસુવિધાનો સામનો કરવો પડે છે. સીએમએ કહ્યું છે કે તેમની સરકાર આ સંબંધિત જૂના કાયદાને લાગુ કરવા જઈ રહી છે. જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
આ કાયદો મુસ્લિમ કર્મચારીઓને પણ લાગુ પડશે
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, ‘આસામના મુસ્લિમ સરકારી કર્મચારીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. જો કોઈ સરકારી સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.