મફતના દિવસો ગયા હવે: ટ્વિટર પર સમાચાર વાંચવા હશે તો રૂપિયા ચુકવવા પડશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટ્વિટર ઈંકના સીઈઓ એલન મસ્કે બ્લૂ ટિક પેડ કર્યા બાદ હવે વધુ એક ઝટકો આપ્યો છે. પ્લેટફોર્મ પર હવે યુઝર્સને ન્યૂઝ વાંચવા માટે પૈસા ચુકવવા પડશે. મસ્કે જણાવ્યું કે, એક ક્લિકની સાથે દરેક આર્ટિકલના આધાર પર યુઝર્સને ચાર્જ આપવો પડશે. અને તેના માટે પબ્લિક અને મીડિયા સંગઠનો બંનેની એક જીત કહી શકાય છે.

મસ્કે ટ્વિટ દ્વારા આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું છે કે, આ નવા ફીચરને એક મહિનાથી લાગૂ કરી દેવામાં આવશે. ટ્વિટમાં લખ્યું છે કે, આ ફીચરથી પ્લેટફોર્મ મીડિયા પબ્લિશરને એક ક્લિકની સાથે દરેક આર્ટિકલના આધાર પર યુઝર્સને ચાર્જ કરવાની મંજૂરી આપશે.
મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે, આ સુવિધા મેથી શરુ થશે અને જે યુઝર્સ વધારે માસિક સદસ્યતા માટે સાઈન અપ નહીં કરે અને ક્યારેક ક્યારેક આર્ટિકલ વાંચવા માગે છે, તેમણે આર્ટિકલદીઠ રુપિયા ચુકવવા પડશે.

એલન મસ્કે હાલમાં જ બ્લૂ ટિકને પેડ સર્વિસ કરી દીધી છે. એટલે કે, જો હવે આપ બ્લૂ ટિક લેવા માગો છો તો, આપને પૈસા ચુકવવા પડશે. આપને જણાવી દઈએ કે, જો યુઝર્સ બ્લૂ ટિક લેવા માગે છે તો તેમને 900 રૂપિયા દર મહિને આપવા પડશે. જો આપ નવા ટ્વિટર યુઝર્સ છો અથવા પહેલાથી ટ્વિટર અકાઉન્ટ હૈંડલ કરી રહ્યા છો, તો આપને બ્લૂ ટિક લેવા માટે સબ્સક્રિપ્શન ચાર્જ ભરવો પડશે.

ટ્વિટરે પોતાના યુઝર્સને આ સુવિધા લેવા માટે ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન આપી રહી છે. તેમાં સાધારણ ટ્વિટર હૈંડરની સરખામણીએ વધારે સુવિધા મળશે. તેમાં કરેક્ટર લિમિટ વધારે હશે અને ટ્વિટને એડિટ કરવાનું ઓપ્શન પણ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.