બકરાકાંડ/ સોસાયટીમાં બકરા લાવતા થયો હોબાળો, જાણો સમગ્ર મામલો
મુંબઈ પાસે આવેલા થાણે જિલ્લાની મીરા-ભાઈંદર સોસાયટીનો બકરાકાંડ વિવાદ પ્રકશિત થયો છે. આ મામલામાં સોસાયટીમાં બકરા લાવનાર મોહસિન ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સુમન નામની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મોહસીનને સમજાવવા ગઈ તો તેણે કહ્યું કે વૃદ્ધ મહિલા આવી ગઈ છે… પછી તેણે મને ધક્કો માર્યો. તેમજ સોસાયટીમાં વધુ બકરા લાવશે તેમ જણાવ્યું હતું. મહિલાએ આ અંગે સમગ્ર ઘટના વિષે પોલીસને જણાવ્યું છે.
સુમનના કહેવા પ્રમાણે, જ્યારે મોહસીનની કાર રોકાઈ અને સિક્યોરીટી તેને ડેકી ખોલવાનું કહ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. સુમને પોલીસને જણાવ્યું કે સિક્યોરિટી ગાર્ડને ખબર પડી હતી કે મોહસીન કારમાં બે બકરા લઈને આવ્યો છે. એટલા માટે ગાર્ડ તેની કારની ડેકી તપાસવા માંગતો હતો. આ વાત પર મોહસીન ગુસ્સે થઈ ગયો. ત્યાં હાજર સોસાયટીના લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે કંઈ સાંભળવા તૈયાર ન હતો.
સુમનના આરોપો અનુસાર, મોહસિને કહ્યું કે તે બે બકરાઓ લાવ્યો છે અને વધુ પણ લાવશે. હું 100 બકરા લાવીને અહીં મારી નાખીશ. સુમને કહ્યું કે જ્યારે તે મોહસીનને સમજાવવા ગઈ તો તે સુમન સામે જ ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે વૃદ્ધ મહિલા આવી છે. પછી તેણે મારી છાતી પર હાથ મૂકીને મને ધક્કો માર્યો. પોલીસે મોહસિન વિરુદ્ધ કલમ 354, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધી છે.