વૈશ્વિક સ્તરે ટીબીથી થતા મૃત્યુમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ટીબી એટલે કે ક્ષય રોગ અંગે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગયા વર્ષે એટલે કે 2023માં 80 લાખ લોકો આ રોગથી સંક્રમિત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ આ જાણકારી આપી છે.  WHO પણ આ આંકડા જોઈને ચોંકી ગઇ હતી. તેણે કહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

ગયા વર્ષે લગભગ 1.25 મિલિયન લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને પશ્ચિમ પેસિફિક ક્ષેત્રના લોકોને ટીબી સૌથી વધુ અસર કરે છે. વિશ્વના અડધાથી વધુ કેસ ભારત, ઈન્ડોનેશિયા, ચીન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં છે. જો કે વૈશ્વિક સ્તરે ટીબીથી થતા મૃત્યુમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા સંક્રમિત લોકોની સંખ્યા સ્થિર થવા લાગી છે.

ટીબી એ ફેફસામાં થતો ચેપી રોગ

આ રોગ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયમથી થાય છે. તે હવામાં ફેલાયેલી ઉધરસ અને છીંકના નાના કણો દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તેના લક્ષણો શરૂઆતમાં ઓળખવા મુશ્કેલ છે. તેની સારવાર માટે બજારમાં ઘણી દવાઓ અને એન્ટિબાયોટિક્સ ઉપલબ્ધ છે. આ રોગમાં દર્દીને 3 મહિનાથી વધુ સમય સુધી ઉધરસ રહી શકે છે. આ સિવાય તાવ, શરદી, શરીરનો દુખાવો જેવી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.