ગેંગસ્ટાર વિકાસ દુબે ઠાર \પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યોઃ અથડામણમાં છાતી અને કમરના ભાગે ગોળી વાગતા મોત

ગુજરાત
vikasdube dead
ગુજરાત

કાનપુર : કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી જી્‌હ્લની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી ૧૭ કિમી પહેલા સવારે ૬.૩૦ વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી.
વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે ૭ વાગ્યેને ૫૫ મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.