ગંગા નદીમાં નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 4ના મોત થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહારની રાજધાની પટનામાં મોટી દુર્ઘટના બની છે.જેમાં ગંગા નદીમાં વચ્ચે નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે 4 લોકોના મોત થઈ ગયા છે.આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.આમ નાવમાં લગભગ 20 લોકો સવાર હતા.ત્યારે ઘટનાની સૂચના મળતા પોલીસ તંત્રની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.નાવ દ્વારા ગેરકાયદેસર રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી.આ દરમિયાન રેતી પરિવહનમાં લાગેલા લોકો માટે નાવમાં જ જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું.ત્યારે અચાનક ગેસ લીક થવાને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો હતો અને નદીની વચ્ચે જ આગની જ્વાળાઓમાં 4 નાવમાં સવાર લોકોના સળગીને મોત થઈ ગયા છે.ત્યારે મનેર પોલીસ સ્ટેશનના અધ્યક્ષે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે.આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ ખબર છે.આ સિવાય રેસ્ક્યુ ટીમે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.