ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ જોડવામા આવશે
મુંબઇ સેન્ટ્રલ-ગાંધીધામ શતાબ્દી એક્સપ્રેસમાં 17મે થી કાયમી ધોરણે વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવશે.જેમા ગત મહિને પ્રાયોગિક ધોરણે એક કોચ જોડાયો હતો જેમાં મુસાફરોના મળેલા સારા પ્રતિસાદને જોતા પશ્ચિમ રેલવે દ્વારા કાયમી ધોરણે ટ્રેનમાં બે વિસ્ટા ડોમ કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કાચની મોટી બારીઓ,કાચની છત,ચારે બાજુ ફરતી ખુરશી,એક નિરિક્ષણ રૂમ સહિતની સુવિધાઓથી સજ્જ આ વિસ્ટાડોમ કોચમાં 44 સીટ હોય છે.