ગાંધી જયંતિ 2024: પીએમ મોદીએ મહાત્મા ગાંધીને કર્યા નમન, રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલિ
દેશભરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેની તસવીર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
આ પ્રસંગે, ત્યાં એક સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મદિવસ ગાંધી જયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવાની લડાઈનું નેતૃત્વ કર્યું હતું. તેમના દ્વારા અહિંસક વિરોધનો પાઠ શીખવવામાં આવેલો પાઠ આજે પણ સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
Tags Gandhi Jayanti PM MODI