G-20 સંમેલનમાં રાષ્ટ્રાધ્યક્ષોને મુઝફ્ફરપુરની લાખની બંગડીઓ ભેટમાં આપવામાં આવશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આગામી 15મી નવેમ્બરથી ઈન્ડોનેશિયાના બાલી ખાતે G-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે.ત્યારે તેમાં ભારતને આગામી વર્ષે યોજાનારા સંમેલનની અધ્યક્ષતાની જવાબદારી સોંપવામાં આવશે.ત્યારે G-20 સંમેલનમાં સામેલ થનારા રાષ્ટ્રોના અધ્યક્ષોને ભારત તરફથી મુઝફ્ફરપુરની ઓળખ સમાન લાખની બંગડીઓ ભેટમાં આપવામાં આવશે.આ સંમેલનને યાદગાર બનાવવા માટે ભારત તરફથી રાષ્ટ્રાધ્યક્ષોને ભેટમાં લહઠી સહિતના હસ્તકલા સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોનો ઉપહાર ધરવામાં આવશે.ત્યારે ઉદ્યોગ વિભાગે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કેન્દ્ર સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનામાં મુઝફ્ફરપુરની લહઠીનો સમાવેશ થાય છે.આ પહેલના કારણે લહઠી ઉદ્યોગ તેમજ કારોબાર સાથે સંકળાયેલા જિલ્લાના 50,000 જેટલા લોકોની આશા વધી છે.જેનો મુઝફ્ફરપુરમાં વાર્ષિક 50 કરોડથી પણ વધારેનો વ્યવસાય થાય છે.અભિનેત્રી ઐશ્વર્યા રાય અને ક્રિકેટર સચિન તેંડુલકરની પત્ની અંજલિના હાથમાં પણ મુઝફ્ફરપુરમાં બનેલી લહઠી જોવા મળેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.