ફોર્ચ્યુનની શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારામન અને નીતા અંબાણીનો સમાંવેશ થયો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને રિલાયન્સની ડિરેકટર નીતા અંબાણી ફોર્ચ્યુન ઈન્ડીયાઝ મોસ્ટ પાવરફુલ વુમન ઈન બિઝનેસ 2022માં સંયુક્ત રૂપે પ્રથમ ક્રમે છે,જયારે ચેનલની મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) લીના નાયર ત્રીજા સ્થાને છે.આ રેન્કીંગમાં ફેશન બ્રાન્ડ નાયકાની સીઈઓ ફાલ્ગુની નાયર,આઈએમએફની ડેપ્યુટી મેનેજીંગ ડીરેકટર ગીતા ગોપીનાથ,સેબીની ચેરપર્સન માધબી પુરી બુચ અને ઈન્ડીયા ટુ ડે ગ્રુપની વાઈસ ચેરપર્સન કલીપુરીએ પણ સામેલ છે.આ યાદીમાં સામેલ થનાર ઈશા અંબાણી સૌથી યુવા મહિલા છે.ફોર્ચ્યુને કેન્દ્રીય નાણામંત્રી સીતારામન માટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પડકારોથી ઉપજેલી વિકટ આર્થિક પરીસ્થિતિઓનો તેમણે સામનો કર્યો હતો.દેશમાં મોંઘવારી કાબુમાં રાખવા,આવક વધારવા અને રચનાત્મકતા માટે ધન એકત્ર કરવા સહિતના કાર્યો માટે તેમને પહેલું સ્થાન મળ્યું છે.