ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થનમાં ઉતર્યા WWEનાં પૂર્વ ચેન્પિયન હલ્ક હોગન, સ્ટેજ પર કર્યું એવું કે…
અમેરિકામાં રાષ્ટ્રપતી ચુંટણી અભિયાન ખુબ જ રસપ્રદ બની ગયું છે. પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર સામે આવી રહી હતી. પણ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સંભાવના હવે વધારે વધી ગઈ છે. આ વચ્ચે હવે WWEનાં પૂર્વ ચેન્પીયન હલક હોગન પણ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થનમાં સામે આવ્યા છે. ટ્રમ્પને સમર્થનમાં હોગને સ્ટેજ પર કઈક એવું બોલ્યા કે તેની ચર્ચા ચારેય દિશામાં થઇ રહી છે.
I’ve seen it all now 😂@HulkHogan pic.twitter.com/vy6ei4tAMO
— Russell Brand (@rustyrockets) July 19, 2024
હલક હોગને ગુસ્સામાં ટી-શર્ટ ફાડી
અમેરિકાનાં મિલ્વોકીમાં રીપબ્લીકન પાર્ટીનું કન્વેન્શન થયું જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને સત્તવાર રીતે રાષ્ટ્રપતિ ચુંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ટ્રમ્પનનાં સમર્થનમાં WWEના પૂર્વ ચેન્પીયન હલક હોગન પણ સ્પીચ આપવા સ્ટેજ પર ગયા હતા. હલક હોગને ટ્રમ્પ પર થયેલા હુમલાની વાત કરી અને ગુસ્સામાં સ્ટેજ પર પોતાની ટી-શર્ટ ફાડી દીધી હતી. જે બાદ તેમને ટ્રમ્પનાં સમર્થનની ટી-શર્ટ બતાવી અને તેના પર લખ્યું હતું કે ટ્રમ્પ-વેંસ 2024, મેક અમેરિકા ગ્રેટ અગેન. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ હલક હોગને માટે તાળીયો પાડી હતી. હવે હલકનો વિડિયો સોશોયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
Tags hulk hogan india Rakhewal