પીએમ કેકિયાંગને પાણીચું, CPCની બેઠકમાંથી પૂર્વ પ્રમુખ જિન્તાઓને કાઢી મુકાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનના પ્રમુખ શી જિનપિંગ શનિવારે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીની શક્તિશાળી સેન્ટ્રલ સમિતિમાં ‘ચૂંટાઈ’ આવતા અસાધારણ ત્રીજી વખત પાંચ વર્ષની મુદત માટે તેમનું પ્રમુખ બનવું નિશ્ચિત થઈ ગયું છે જ્યારે શાસક પક્ષની આ શક્તિશાળી સમિતમાં મોટા ફેરબદલોમાં જિનપિંગના વિરોધી મનાતા વડાપ્રધાન લી કેકિયાંગ સહિત અન્ય કેટલાક ટોચના નેતાઓને દરવાજો બતાવી દેવાયો છે. જોકે, આ બધા વચ્ચે કોમ્યુનિસ્ટ પાર્ટીની પાંચ વર્ષે મળનારી આ બેઠકના અંતિમ દિવસે ચાલુ સત્રમાંથી ભૂતપૂર્વ પ્રમુખ હુ જિન્તાઓને હાથ પકડીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.