નાણામંત્રાલયે નાણાંકીય ખાધ પેટે 14 રાજ્યોને નાણાં આપ્યા
નાણા મંત્રાલયે ચાલુ નાણાંકીય વર્ષ માટે દેશના 14 રાજ્યોને રૂ.7183 કરોડની મહેસૂલ ખાધ પેટે પાંચમો હપ્તો બહાર પાડ્યો હતો.જેમાં આંધ્રપ્રદેશ, આસામ,હિમાચલ પ્રદેશ,કેરળ,મણિપુર,મેઘાલય,મિઝોરમ,નાગાલેન્ડ,પંજાબ,રાજસ્થાન,સિક્કિમ,ત્રિપુરા,ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો છે કે જેમને કેન્દ્રીય કરની વહેંચણી પછી મહેસૂલ ખાધ ગ્રાન્ટ તરીકે ચાલુ નાણાકીય વર્ષ માટે 15માં નાણાપંચ દ્વારા ભરપાઈ માટે ભલામણ કરવામાં આવી છે.આમ 15માં નાણાપંચે 2022-23 માટે PDRD અનુદાન તરીકે 14 રાજ્યોને રૂ. 86,201 કરોડ આપવાની ભલામણ કરી હતી.જે રકમ આ રાજ્યોને 12 સમાન હપ્તામાં આપવામાં આવશે.