રાંચીના ડેલી માર્કેટમાં લાગી ભીષણ આગ, દુકાનો બળીને રાખ
ઝારખંડની રાજધાની રાંચીમાં મંગળવારે મોડી રાત્રે શાકમાર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે માર્કેટમાં આવેલ મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે હાલ ફાયરબ્રિગેડની ચાર કરતા પણ વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આગ કેવી રીતે લાગી તેનુ સાચુ કારણ હજુ જાણી શકાયું નથી.
દરમિયાન આગની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ કોતવાલી ડીએસપી તેમજ ફાયર બ્રિગેડ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ 4 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે આ સિવાય હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.