ટેક્સના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા ન્યૂઝીલેન્ડમાં ગાયોના ઓડકાર પર ટેક્સ 

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડમાં ગાયોના ઓડકાર અને અન્ય ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર ટેક્સ લગાવવાની સરકારની યોજના વિરુદ્ધ આજે સેંકડો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. જો કે આ દરમિયાન કાઢવામાં રેલીઓ એટલી મોટી ન હતી જેટલી અપેક્ષા હતી.ગ્રાઉન્ડ્સવેલ ન્યૂઝીલેન્ડ જૂથની મદદથી સમગ્ર દેશના પ્રાંતો અને શહેરોમાં ૫૦થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા સપ્તાહમાં સરકારે કલાયમેટ ચેન્જનો સામનો કરવાની યોજના હેઠળ નવા કૃષિ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ગાયોના ઓડકાર પર ટેક્સ લગાવવાની યોજના પણ સામેલ છે.ગાયોના ઓડકારથી મીથેન ગેસ નીકળે છે જેનાથી પ્રદૂષણ ફેલાય છે. ન્યૂઝીલેન્ડમાં કૃષિ સાથે સૌથી વધુ લોકો જોડાયેલા છે. દેશની વસ્તી ૫૦ લાખ છે પરંતુ તેની સરખામણીમાં અહીં એક કરોડથી વધુ ગાયો અને ભેંસો છે અને ૨.૬ કરોડ ઘેટા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.