આવતીકાલે વિદેશ મંત્રી એસ જયશંકર જશે કતાર, અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

Business
Business

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 30 જૂને કતારની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન એસ જયશંકર કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. તમને જણાવી દઈએ કે ભારત અને કતાર વચ્ચે સંબંધો ઘણા સારા છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 14-15 ફેબ્રુઆરી 2024ના રોજ કતારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ કતારના અમીર HH શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળ્યા હતા. વિદેશ મંત્રીની આ મુલાકાતમાં બંને દેશોના હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સંસ્કૃતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ અંગેની સત્તાવાર માહિતી વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.