યુરોપમાં કોરોનાના કેસોમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

યુરોપમાં ગયા સપ્તાહે કોરોનાના કેસમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો. યુરોપ વિશ્વનો એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં મધ્ય ઓક્ટોબરથી કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠનએ જણાવ્યું હતુ કે આ અંગે જો તાકીદે પગલાં લેવામાં નહીં આવે તો યુરોપમાં વસંતઋતુ સુધીમાં વધુ 7 લાખ લોકોના મોત થઈ શકે છે. કોરોનાને કાબુમાં લેવા માટે યુરોપના દેશોએ વેક્સિનેશનમાં વધારો કરવા તથા માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ જેવા બીજા પગલાં લેવાની જરૂર છે જ્યારે લોકડાઉન છેલ્લો વિકલ્પ છે. આ સિવાય ગયા સપ્તાહે કોરોના મૃત્યુમાં સૌથી વધુ ઘટાડો આફ્રિકામાં થયો હતો. આફ્રિકામાં મોતની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયો હતો. યુરોપના સૌથી મોટા દેશ જર્મનીમાં કોરોના મોતનો આંક એક લાખને વટાવી જવાની શક્યતા છે. જર્મનીના કેટલાંક પડોશી દેશો આ આંકને અગાઉ વટાવી ગયા છે. આ ઉપરાંત લોકો વેક્સિન લેવામાં પણ ખચકાટ અનુભવે છે. દેશમાં અત્યારસુધી 68 ટકા લોકોએ કોરોના વેક્સિન લીધી છે. જે સરકારના 75 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો નીચો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.