EPF ના એકાઉન્ટમાં વારસદારનું નામ દાખલ કરવાથી મળે છે આ ત્રણ લાભ, તરત અપડેટ કરો EPFOનું ખાતુ

Business
Business

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO તરફથી દરેક મેમ્બરોને ઈ-નોમિનેશન ભરવા માટે સુચના આપવામાં આવી છે. જેમા EPFO ના કોઈ પણ મેમ્બરે સરળતાથી ઓનલાઈન UAN પોર્ટલ પર જઈ ઈ- નોમિનેશન ફાઈલ કરી શકે છે. અને તેના માટે કોઈ વિશેષ પ્રમાણપત્રની જરુર નથી.

EPFO ઈ- નોમિનેશન ભરવાના ફાયદા

1. EPFOના મેમ્બરના મૃત્યુ પછી તેનો ક્લેમ ઓનલાઈન જ મળી જાય છે.

2. EPFO ખાતામાં જમા પૈસા, પેન્શન અને ઈન્શ્યોરેન્સ (7 લાખ સુધી) નો લાભ કોઈ પણ જાતની મુશ્કેલી વગર ઉત્તરાધિકારીને મળે છે.

3. તમારા ક્લેમનું પેપરલેસ અને તેની પ્રોસેસ જલ્દી થાય છે.

EPFO માં ઈ- નોમિનેશન ભરવા પર આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરુરી છે

  • – તમારો UAN એક્ટીવ અને આધારકાર્ડ સાથે લિંક હોવો જોઈએ
  • – તમારા મોબાઈલ પર આધારકાર્ડ નંબર લિંક હોવો જોઈએ
  • – આ સાથે પ્રોફાઈલ ફોટો અને સરનામું એપડેટ હોવુ જોઈએ.
  • – નોમીનીનો સ્ક્રેન કરલો ફોટો હોવો જોઈએ.
  • – આધાર કાર્ડ, IFSC સાથે બેંક એકાઉન્ટ નંબર અને સરનામુ હોવુ જોઈએ.

EPFO UAN પોર્ટલ પર ઈ-નોમિનેશન ઓનલાઈન કેવી રીતે ભરવું?

  • EPFO ની અધિકૃત વેબસાઇટ epfindia.gov.in પર જઈ  UAN પોર્ટલ પર લોગિન કરો.
  • મેનેજ ટેબ પર જાઓ અને ઇ-નોમિનેશન પસંદ કરો.
  • આ પછી Provide Details ટેબ પર જાઓ અને Save પર ક્લિક કરો.
  • ત્યારબાદ કુટુંબની વિગતો અપડેટ કરવા માટે હા પર ક્લિક કરો. આધાર, નામ, જન્મ તારીખ, લિંગ, સંબંધ, સરનામું, બેંક ખાતાની માહિતી (વૈકલ્પિક) અને માંગેલી અન્ય માહિતી પુરી ભરવી.
  • અહીં તમારે એક ફોટો પણ અપલોડ કરવાનો રહેશે અને તેની સાઈઝ 100KBથી વધુ ન હોવી જોઈએ.
  • પછી નોમિની વિશની માહિતી ભરો. તમે તમારા EPF ખાતામાં એક કરતાં વધુ નોમિની ઉમેરી શકો છો.
  • બધી માહિતી ભર્યા પછી, ‘સેવ EPF નોમિનેશન’ પર ક્લિક કરો.
  • આધાર લિંક્ડ મોબાઇલ નંબર પર OTP દ્વારા ઇ-સાઇન કરો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.