5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર, 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચૂંટણી પંચે શનિવારે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈ પણને રોડ શો, રેલી, પદયાત્રા, સાયકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફતે જ ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં.

મુખ્ય ચૂટણી કમિશ્નર સુશીલ ચંદ્રાએ કહ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભા માટે ચૂંટણી યોજવામાં આવશે. 18.34 કરોડ મતદાતા ચૂંટણીમાં ભાગ લેશે. કોરોના વચ્ચે ચૂંટણી યોજવા માટે નવા પ્રોટોકોલ લાગૂ કરવામાં આવશે. તમામ ચૂંટણી કર્મચારીઓને કોરોના વેક્સિનનો બન્ને લગાવવામાં આવે તે સુનિશ્ચિત કરાશે. જેમણે પણ જરૂર પડશે તેમણે ડોઝ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.