
ઇજિપ્તના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા,જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.જેમા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.જેમા ઈજિપ્તના રાષ્ટ્રપતિ આ વર્ષના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.જેમાં રાષ્ટ્રપતિ અલ સિસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વની વાતચીત થવાની છે.જેમાં વેપાર,સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.જેમાં તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત પહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.આમ વડાપ્રધાન અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.જેમાં બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં ટ્રેડિંગને લઇને વાતચીત થઇ શકે છે.આ ઉપરાંત રક્ષા સહયોગ વધારવાની વાત પણ થઇ શકે છે.જેમાં ઇજિપ્તે ભારત પાસેથી અનેક સંરક્ષણ ઉપકરણો તેમજ યુદ્ધ વિમાનો ખરીદવામાં રસ દાખવ્યો છે.