
Earthquake: દિલ્હી-NCRમાં ફરી ધ્રુજી ધરતી, ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
દિલ્હી-NCRમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4.0ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદથી 13 કિમી દૂર હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઓફિસો અને મોલની બહાર પણ લોકોની ભીડ જોવા મળી હતી.
પશ્ચિમ નેપાળમાં ત્રાટકેલા 6.2ની તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર આંચકા અનુભવાયાના દિવસો બાદ આ બન્યું છે. દેશમાં આવેલા ભૂકંપની શ્રેણીમાં આ સૌથી તીવ્ર હતો.
અફઘાનિસ્તાનમાં પણ પ્રાંતીય રાજધાની હેરાતની લગભગ 34 કિલોમીટર દૂર રવિવારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. મજબૂત ધરતીકંપ અને ધ્રુજારીએ હજારો લોકોના જીવ લીધા હતા.
Tags Earthquake india Rakhewal