નશામાં ધુત પેસેન્જરે એરહોસ્ટેસ સાથે ઝઘડો કર્યા બાદ કરી છેડતી, પેસેન્જરની ધરપકડ કરાઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કંપનીની ફ્લાઈટ વિવિધ કારણોસર ચર્ચામાં છે. નશામાં ઘુત પેસેન્જર મહિલા પેસેન્જર પર પેશાબ કરે છે, ત્યારબાદ એક ફ્લાઈટમાં પેસેન્જર ઉલ્ટી કરે છે, ફ્લાઈટમાં પીરસવામાં આવતા ફૂડમાંથી કીડા નીકળે છે ત્યારે હાલમાં જ ઈન્ડિગો ફ્લાઈટનો એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી અમૃતસર જનારી ફ્લાઈઠમાં એક પેસેન્જરે એરહોસ્ટેસ સાથે ઝઘડો કર્યો બાદ તેની છેડતી કરી હતી.ફરિયાદ નોંધાયા બાદ આ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ, પંજાબના જલંધરના કોટલી ગામમાં રહેનાર રાજિંદરસિંહનો ૧૩મી મેના રોજ દુબઈ-અમૃતસરની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ રાજિંદરસિંહે એરહોસ્ટેસની છેડતી કરી હતી. રાજિંદરસિંહ પહેલાથી નશામાં હતા. સમગ્ર બનાવ અંગે એરહોસ્ટેસે ક્રૂ મેમ્બરને આ અંગેની જાણકારી આપી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફ્લાઈટના સુરક્ષા મેમ્બરોએ અમૃતસર નિયંત્રણ રૂમમાં સમગ્ર મામલે જાણકારી આપી હતી અને અમૃતસર એરપોર્ટ પરના સિકયુરિટી મેનેજરે રાજિંદરસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે રાજાસાંસી પોલીસે ફરિયાદ નોંધી રાજિંદરસિંહની ધરપકડ કરી હતી.

પોલીસે જ્યારે રાજિંદરસિંહની ધરપકડ કરી ત્યારે તે નશાની હાલતમાં હતો. પોલીસે આપેલી જાણકારી મુજબ, રાજિંદરસિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (મહિલાની ગરીમાને નુકસાન પહોંચાડવાના ઈરાદ તેના પર હુમલો કે શક્તિનો પ્રયોગ) અને કલમ ૫૦૯ ( કોઈ મહિલાની ગરીમાને નુકસાન પહોંચાડવાના ઈરાદે શબ્દનો ઉપયોગ અથવા ઈશારા)મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આવો જ કિસ્સો અગાઉ પણ બન્યો હતો,જેમાં દિલ્હીથી પટના ફ્લાઈટમાં જઈ રહેલા ત્રણ યુવકોએ ફ્લાઈટમં હોબાળો કર્યો હતો.

આ ત્રણેય યુવકોએ પુષ્કળ નશો કર્યો હતો, આ ત્રણેય યુવકોએ ફ્લાઈટમાં હોબાળો કરતા ફ્લાઈટના ક્રૂ મેમ્બરો એ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતા ત્રણેય યુવકો છાકટા બન્યા હતા અને ક્રુ મેમ્બરો સાથે ગેરવર્તુણાંક કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આ ત્રણેય નશાખોર યુવકો સામે કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.