શાઈસ્તાની એક વાત પર ફિદા થયો હતો ડોન અતીક
નવી દિલ્હી, અતીક અહેમદ અને શાઈસ્તા પરવીનના કાળા કારનામા લાંબા સમયથી ચર્ચામાં છે. ઉમેશ પાલ હત્યાકાંડ કેસ બાદ પહેલા તેના દીકરા અસદનું (૧૩ એપ્રિલ) એક્નાઉન્ટર થયું અને બાદમાં અતીક અને તેના ભાઈ અશરફની (૧૫ એપ્રિલ) હત્યા થઈ. બંનેને જ્યારે મેડિકલ ચેકઅપ માટે જેલથી હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્રણ શૂટરોએ તેમને ગોળીથી વીંધી નાખ્યા હતા. આ બંને ઘટના બાદ ગેંગસ્ટર અને તેના પરિવાર વિશે ઘણા ચોંકવનારા ખુલાસા થયા.
પોલીસ હાલ શાઈસ્તાને શોધી રહી છે, જે ફેબ્રુઆરીથી ભાગતી ફરી રહી છે. તે પોતાના પતિ અને દીકરાની અંતિમવિધિમાં આવશે તેવી પણ આશા હતી, જે ઠગારી નીવડી. હાલ તેને શોધવા માટે અલગ-અલગ રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. અતીક અને શાઈસ્તા વર્ષોથી ગુનાની દુનિયા સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમની વચ્ચે પ્રેમ પણ અતૂટ હતો. તેમની વચ્ચે પણ રોમાન્સ, રિસામણા-મનામણા, ગિફ્ટ આપવી અને વચનો નિભાવવા બધું જ હતું. વર્ષ ૧૯૯૬ની વાત છે, અતીક અહેમદ ગુનાના કાળા કારનામાને રાજકારણના સફેદ કપડાથી ઢાંકી રહ્યો હતો. તે ઘણા વર્ષથી ધારાસભ્ય હતો. તેની ઉંમર ૩૪ વર્ષ હતી. ચકિયામાં તેનું મોટું નામ હતું.
તેના માટે ઘણા માગા આવતા હતા અને તેમાંથી એક શાઈસ્તાનું હતું. અતીકને કોઈ જ પસંદ આવતું નહોતું અને પરિવારના લોકો તે જલ્દીથી જલ્દી પરણી જાય તેમ ઈચ્છતા હતા. શાઈસ્તા પરવીનનો પરિવાર પ્રયાગરાજના દામુપુર રહેતો હતો. પિતા પોલીસમાં નોકરી કરતાં હતા. શાઈસ્તાને છ ભાઈ-બહેન હતા. શાઈસ્તા સહિત ૪ બહેન અને બે ભાઈ. શાઈસ્તાની પિતા અતીકના પરિવારને પહેલાથી ઓળખતા હતા. તેઓ દીકરી માટે માગુ લઈને પહોંચી ગયા હતા. અતીક પણ શાઈસ્તાને મળવા માટે તૈયાર થઈ ગયો હતો.
શાઈસ્તા તે સમયે ગ્રેજ્યુએશન કરી રહી હતી. કિદવઈ ગર્લ્સ ઈન્ટરકોલેજમાંથી ૧૨ પાસ કર્યા બાદ તેણે ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું. ઘરના કામમાં એકદમ પર્ફેક્ટ અને અભ્યાસમાં પણ અવ્વલ શાઈસ્તાને આગળ ભણાવવાનું પિતાએ નક્કી કર્યું હતું.