લક્ષ્મીજીને લઇને રોમથી લઈને ચીન સુધી અલગ-અલગ માન્યતાઓ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર પર દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. ભારતમાં જ્યાં લક્ષ્મીના આઠ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ત્યાં સમગ્ર વિશ્વમાં લક્ષ્મીના અસંખ્ય સ્વરૂપો છે. સંસ્કૃતિ પ્રમાણે માન્યતાઓ બદલાય છે, પણ જે બદલાતું નથી તે છે… લક્ષ્મીજી સાથે સંકળાયેલો સુખ અને સમૃદ્ધિનો સંબંધ.
હેરા અને જૂનો
ગ્રીક માયથોલોજી મુજબ સુખ અને સમૃદ્ધિની દેવી હેરા અને જૂનો નામથી બોલાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હેરા આકાશમાં રહે છે અને ખેતરોને હર્યું-ભર્યું રાખે છે, જ્યારે ભારતમાં લક્ષ્મીજીનું વાહન ઘુવડ હોય છે.
સીરિન
રોમની પ્રાચીન કથાઓ અનુસાર એક વખત દેવી નારાજ થઇ ગયા અને ધરતી પર અનાજ ઊગ વાનું બંધ થઇ ગયું. પૂજા બાદ દેવી અન્નપૂર્ણાના રૂપમાં પ્રસન્ન થયા. અન્નદેવીને સીરિનદેવીના નામથી પૂજવામાં આવે છે.
આઈસિસ
મીસ્ર લોકોનું માનવું છે કે, દેવી લક્ષ્મી સંકટના સમયે તેમની રક્ષા કરે છે અને તેમની જિંદગીમાં સમૃદ્ધિ લાવે છે. દેવી આઈસિસ પોતાના હાથમાં સાપને ધારણ કરે છે.
શી વૉન્ગ મૂ
ચીનમાં દેવી શી વૉન્ગ મૂ ને સૌભાગ્યની દેવી માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, તે પહેલા એક દયાળુ રાણી હતી, ત્યારબાદ તે દેવી બની ગઇ. ચીની લોકો માને છે કે, દેવી શી વૉન્ગ મૂ સોનાના મહેલમાં રહેતા હતા. લોકો ગુડ લક માટે આ દેવીની પૂજા કરે છે.
ગેફીયૉન
સૌથી વધારે દૂધ ઉત્પાદન કરનારો દેશ જાપાનમાં ગાયના માથાવાળી દેવી ગેફીયૉનને સમૃદ્ધિનું પ્રતીક માને છે. તેઓ દ્વારા લક્ષ્મીજીનાં રૂપમાં પણ તેમની પૂજા કરવામાં આવે છે.
ફૉર્ચુના
યુરોપના પૌરાણિક સાંસ્કૃતિક દેશ ઇટલીમાં લક્ષ્મીના રૂપમાં ફૉર્ચુના દેવીની આરાધના કરવામાં આવે છે.
ફ્લોરા
ફ્રાન્સમાં માતા લક્ષ્મીને ગોડેસ ફ્લોરાના રૂપમાં પૂજવામાં આવે છે. ફ્લોરા દેવીને ફૂલોના શણગાર સજાવવામાં આવે છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ દેવીને ખુશ કરવા માટે વાળને ફૂલોથી શણગારતી હતી.
દેવી શ્રી
બાલી અને જાવ આઇલેન્ડમાં લોકો લક્ષ્મીજીને કૃષિની દેવી તરીકે પૂજે છે. ત્યાં લક્ષ્મીજીને દેવી “શ્રી” કહેવામાં આવે છે. માનવામાં આવે છે, આ દેવીની ઉત્પત્તિ ડાંગરના રોપામાંથી થઇ હતી.
કિચિજોઈ
જાપાનના લોકો આર્થિક રીતે મજબૂત રહેવા માટે દેવી કિચિજોઈની પૂજા કરે છે. ટોક્યોથી 18 કિમી દૂર આ દેવીનાં નામ ઉપર આખુ શહેર છે. જાપાનમાં કિચિજોઈનો અર્થ લક્ષ્મી થાય છે.
માય ફોસોપ
થાઈલેન્ડમાં દેવી લક્ષ્મીને માય ફોસોપના નામથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દેવી માય ફોસોપ ધાન્યની રક્ષા કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.