
ભારતને નાટો પ્લસના સભ્ય બનાવવાની માંગ કરાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે.ત્યારે આ પહેલા યુ.એસ કોંગ્રેસની સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બાઇડેન સરકારને ભલામણ કરી છે.જેમાં સમિતિનું કહેવું છે કે ભારતના સમાવેશથી નાટો પ્લસ મજબૂત થશે.નાટો પ્લસ એ વૈશ્વિક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સુરક્ષા વ્યવસ્થા છે.જે પાંચ દેશો વચ્ચેનું જોડાણ છે.જેમા ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ,જાપાન,ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે તેવા સમયે જો ભાર તને સભ્ય બનાવવામાં આવે તો તે નાટો પ્લસનો છઠ્ઠો સભ્ય બને તેમ છે.આમ જો ભારતને નાટો પ્લસમાં સામેલ કરવામાં આવે તો દેશને સંરક્ષણ અને સુરક્ષા માટે અમે રિકા સાથે સરળતાથી જોડી શકાશે.આ પ્રસ્તાવ પર છેલ્લા 6 વર્ષથી કામ કરી રહેલા ભારતીય-અમેરિકન રમેશ કપૂરે આશા વ્યક્ત કરી હતી કે આ ભલામણને નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2024માં સ્થાન મળશે અને આખરે તે દેશનો કાયદો બની જશે.