દિલ્હીમાં 46 વર્ષમાં સૌથી વિક્રમજનક વરસાદ નોંધાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 99

હવામાન વિભાગના કહેવા અનુસાર શનિવારે પણ દિલ્હી-એનસીઆરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ દિલ્હી, એનસીઆર, હરિયાણા અને યુપીના કેટલાક વિસ્તારોમાં આંધી-તોફાન સાથે વરસાદ થઈ શકે છે. શુક્રવારે રાત્રે થયેલા વરસાદને પગલે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર પાણી ભરાઈ ગયું હતું. અહીંયા ઊભેલા વિમાનોના પૈડાં પાણીમાં ડૂબી ગયા હતા. એરપોર્ટથી ચાર ડોમેસ્ટિક અને એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ જયપુર અને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી.

દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષ ભલે ચોમાસાનું આગમાન મોડું થયું, પરંતુ છેલ્લા 46 વર્ષમાં દિલ્હીમાં સૌથી વિક્રમજનક વરસાદ નોંધાયો છે. 46 વર્ષ પહેલા 1975માં દિલ્હીમાં 1150 મી.મી. (આશરે 46 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે આ સિઝનમાં હમણાં સુધી 1100 (આશરે 44 ઈંચ) મિ.મી વરસાદ નોંધાઈ ગયો છે અને હજુ ચોમાસુ ખત્મ થયું નથી. એટલે આ વર્ષે હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. આ પહેલાં 2003ના વર્ષના ચોમાસામાં 1050 મિ.મી વરસાદ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.