
આગામી સમયમાં દિલ્હી-એનસીઆરમા ભીષણ ગરમીથી રાહત મળશે
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જોવા મળ્યું હતું અને સમગ્ર દિવસ દરમ્યાન ગરમ પવન ફૂંકાયો હતો.ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે રાહતના અણસાર વ્યક્ત કર્યા છે.જેમા દિલ્હી,નોઈડા સહિત તેની આસપાસના વિસ્તારોમાં રાહત જોવા મળી રહી છે.ત્યારે તેના મુજબ સવારના સમયે સામાન્ય ઠંડો પવન ફૂંકાયો અને આકાશમાં સામાન્ય વાદળ પણ છવાયેલા છે.આ સિવાય દિલ્હીમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ત્યારે દિલ્હીના સફદરજંગમાં આજે લઘુતમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે,જે કાલે 43 ડિગ્રી હતું.આ સાથે આગામી 4 દિવસ સુધી દિલ્હીમાં ભીષણ ગરમી અને હીટવેવથી રાહત રહેશે.આ સાથે વરસાદ કે વાદળ ગર્જના સાથે છાંટા કે ધૂળ ભરેલા વાવાઝોડાની સંભાવના છે.નોઈડામાં આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.