
દિલ્હી એનસીઆર સહિત દેશના કેટલાક ભાગોમાં પવન અને ભારે વરસાદનું એલર્ટ અપાયુ
મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ સાથે થઈ છે.પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદના કારણે હવામાન શુષ્ક બનેલુ છે.જેમાં હવામાન વિભાગ અનુસાર 1 મે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.જેના અંતર્ગત દેશના હિમાચલ પ્રદેશ,ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,હરિયાણા,ચંદીગઢ,દિલ્હી અને રાજસ્થાનમાં કરા પડવાની શક્યતા જોવા મળી રહી છે.આ સિવાય હરિયાણાના ગોહાના અને યુપીના કુરુક્ષેત્ર,કૈથલ,કરનાલ,રાજૌંદ,અસંધ,સફીદોં,દેવબંધ,નજીબાબાદ,મુઝફ્ફરનગર,બિજનૌર,હસ્તિના પુર, ચાંદપુર,મેરઠ,કિઠૌર, સિકંદરાબાદ,બુલંદશહર,જહાંગીરાબાદ નજીકના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.આ સિવાય હવા માન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 મે સુધી દેશના તામિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. છે.આ સિવાય કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, બીકાનેર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ સાથે પવન ફૂંકાવાના અણસાર જોવા મળી રહ્યા છે.શિમલામાં પણ આગામી અમુક દિવસ સુધી હિમવર્ષા રહેશે.ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે.