દિલ્હી એમ.સી.ડીની ચૂંટણીને લઈ ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને મુદ્દે ભાજપે સંકલ્પપત્ર જારી કર્યુ છે.આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ,બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને 7 સાંસદ હાજર રહ્યા હતા.જેમા ભાજપે કહ્યુ હતું કે દરેક ગરીબને મકાન આપવાનું સપનુ પૂરુ કરીશુ,જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન આપીશુ.આં ભાજપે 12 સૂત્રીય સંકલ્પપત્ર તૈયાર કર્યુ છે. જેમાં એલાન કરવામાં આવ્યુ છે કે કોર્પોરેશનની 1600 સ્કુલ સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવશે.આ સિવાય પ્રદૂષણ ખતમ કરવા માટે કોર્પોરેશન પૂરતો સહયોગ કરશે. દિલ્હીને સસ્ટેનેબલ અને ગ્રીન સિટી બનાવવામાં આવશે બે વર્ષમાં ચાર અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને સ્થાપિત કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.