દિલ્હીના સીએમ આતિશીને મળ્યું આવાસ, PWDએ અલોટ કર્યું 6 ફ્લેગસ્ટાફ રોડ બંગલો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવતો જણાય છે. શુક્રવારે, દિલ્હીના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ મુખ્યમંત્રી આતિશીને સિવિલ લાઇન્સમાં સ્થિત 6 ફ્લેગસ્ટાફ રોડ બંગલો સત્તાવાર રીતે ફાળવ્યો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે સીએમ આતિષીને બળજબરીથી બંગલો ખાલી કરાવવામાં આવ્યો હતો અને તેમનો સામાન પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

દિલ્હીના પીડબલ્યુડી વિભાગે પણ સીએમ આતિશીને મકાન ફાળવવા અંગે નોટિસ જારી કરી છે. વિભાગની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હેન્ડઓવર અને ઇન્વેન્ટરીની તૈયારીની યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, સીએમ આતિશીને સિવિલ લાઇન્સમાં ઔપચારિક રીતે બંગલો ફાળવવામાં આવ્યો છે.

આ બંગલો અગાઉ સીલ કરવામાં આવ્યો હતો
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે થોડા દિવસો પહેલા 6 ફ્લેગસ્ટાફ રોડ બંગલો ખાલી કર્યો હતો અને લ્યુટિયન્સ દિલ્હીમાં નવા આવાસમાં રહેવા ગયા હતા. મળતી માહિતી મુજબ, સીએમ આતિશી સોમવારે રહેવા લાગ્યા હતા. જો કે, પીડબલ્યુડી વિભાગે ગેરકાયદે ઉપયોગના આરોપમાં દિલ્હીના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને સીલ કરી દીધું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.