
દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં હળવાથી ભારે વરસાદ થયો
દેશમાં ફરી એકવાર બદલાયેલા મૌસમના મિજાજના કારણે દિલ્હી,ઉતરપ્રદેશ,ઉતરાખંડ સહિતના રાજયોમાં વરસાદ તેમજ અનેક સ્થળોએ ઓલા વૃષ્ટિ થતા ઉનાળાનું પ્રારંભનું હવામાન ચોમાસા જેવું બની ગયું હતું.જેમાં ગત રાત્રે અચાનક હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ દેશના ઉતરપ્રદેશ,દિલ્હી,એનસીઆર,રાજસ્થાન,જમ્મુ કાશ્મીર,હિમાચલ પ્રદેશ,પંજાબ,ઉતરાખંડ જેવા અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.જયારે ઝાંસી સહિતના વિસ્તારમાં કરાનો વરસાદ પડયો હતો.જેના કારણે ઘઉં સહિતના પાકને જે અંતિમ તબકકામાં છે તેને થોડુ નુકસાન થયું છે.આ સિવાય રાજસ્થાનના અનેક સ્થળોએ હળવો વરસાદ થયો છે.જ્યારે યુપીમાં વિજળી પડવાથી 4 લોકોના મોત થયા છે.