31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી શરુ કરવા નિર્ણય લો: સુપ્રીમ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 80

સુપ્રીમ કોર્ટે એક આદેશમાં દેશમાં કોરોનાકાળથી બંધ રહેલા આંગણવાડી કેન્દ્રો 31 જાન્યુ. સુધીમાં ફરી શરુ કરવા માટે નિર્ણય લેવા આદેશ આપ્યો છે. કોરોના સંક્રમણને કારણે ગત માર્ચ માસથી દેશમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમાં આંગણવાડી કેન્દ્રનો પણ સમાવેશ થતો હતો. પરંતુ આંગણવાડી સાથે બાળકોના કુપોષણનો મુકાબલો કરવા માટેની મધ્યાહન ભોજન સહિતની યોજનાઓ પણ જોડાઈ છે તથા આંગણવાડી મારફત ગર્ભવતી મહિલાઓને પણ ખાસ પ્રકારનું રાશન અને અન્ય સુવિધાઓ મળે છે. જે વ્યવસ્થા આંગણવાડી બંધ હોવાથી હાલ ઉપલબ્ધ નથી. જો કે ગુજરાત સરકારે આંગણવાડીમાં બહેનો મારફત ઘરે ઘરે આ પ્રકારનું ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે પણ સુપ્રીમ કોર્ટે દેશમાં કુપોષણની સમસ્યા જોતા કેન્દ્ર શાસીત પ્રદેશો અને રાજયોમાં આંગણવાડી સેવાઓ ફરી શરુ કરવાનો નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે અને તેમાં બાળકોને અગાઉની જેમ જે કાંઈ મધ્યાહન ભોજન કે અન્ય સુવિધાઓ મળે છે તે યથાવત રહેશે જેના કારણે કુપોષણની સમસ્યા સામે લડી શકાશે. જો કે કેન્ટોલમેન્ટ ઝોનમાં રહેલા આંગણવાડી ક્ષેત્રમાં ખોલવામાં આવશે નહી અને ત્યાં તમામ પ્રકારની પ્રવૃતિ બંધ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.