નાશિકમાં ડિસેમ્બરના કમોસમી વરસાદ સાથે 54 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નાશિકમાં 1 ડિસેમ્બર 2021ના રોજ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આમ શિયાળના ઠંડા માહોલમાં વરસેલા કમોસમી વરસાદ સાથે નાશિકમાં 54 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. હવામાન ખાતાએ માહિતી આપી હતી કે 1 ડિસેમ્બરે નાશિકમાં ૨૪ કલાક દરમિયાન 63.8 મિલિમીટર વર્ષા નોંધાઇ હતી. જ્યારે આ અગાઉ ઇસ.1967માં ડિસેમ્બરમાં નાશિકમાં 24 કલાક દરમિયાન 31 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. ત્યારે ગત વરસાદ કરતાં આ વર્ષે બમણી વર્ષા થઇ હતી. જે નાશિક શહેર માટે એક રેકોર્ડ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.