
કેનેડા દેશ દ્વારા સિગારેટ પર મૃત્યુ લખવામાં આવશે
કેનેડા વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે જે સિગારેટ ઉપર પણ મોત અંગેની ચેતવણી લખશે.આમ ભારત સહિત ઘણાં દેશોમાં સિગારેટના બોક્સ પર આ ચેતવણી લખેલી હોય છે જેમાં બતાવવામાં આવે છે કે સિગારેટ પીવું કેટલું હાનિકારક છે.ભારતમાં કેન્સર પીડિતોના ગળા અને મોઢાના ફોટો પણ બોક્સ પર લગાવવામાં આવે છે. આવું એ માટે કરવામાં આવે છે જેથી લોકો આ ફોટો અને ચેતવણી જોઇને સિગારેટ પીવાનું છોડી દે પરંતુ બોક્સ ખોલતાની સાથે જ તમામ ચેતવણીઓ ધુમાડામાં ઉડી જાય છે.ત્યારે આ ચેતવણી સિગારેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં લખવામાં આવશે.આ નિયમોને ટોબેકો પ્રોડક્ટના દેખાવ પેકેજિંગ અને લેબલિંગ રેગ્યુલેશન્સના નામે લાવવામાં આવી રહ્યા છે,જે લોકોને સિગારેટથી દૂર રહેવામાં મદદ કરશે.આમ સરકાર વર્ષ 2035 સુધીમાં સિગારેટ પીનારાઓની સંખ્યામાં 5 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.ત્યારે આ ધ્યેય હાંસલ કરવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે.આ નિયમ આગામી 1 ઓગસ્ટ 2023થી લાગુ થશે પરંતુ તેને તબક્કાવાર લાગુ કરવામાં આવશે.આમ જે દુકાનદારો તમાકુ સંબંધિત પ્રોડક્ટ પેકેજ વેચે છે તેમણે આગામી એપ્રિલ 2024 સુધીમાં સિગારેટ પર આ ચેતવણી છાપવી પડશે