UP રેલ્વે દુર્ઘટનામાં મૃત્યઆંક 4 થયો, તપાસ ટીમે લોખંડનાં નમુના એકત્ર કરી વધુ કાર્યવાહી હાથ ધરી
UPના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાથી મૃત્યુઆંક ચાર થઈ ગયો છે, જ્યારે 31 લોકો ઘાયલ છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માત બાદ શુક્રવારે સાંજે પહેલી ગુડ્સ ટ્રેન દોડાવવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાના કારણ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી 21 જુલાઈના રોજ અકસ્માતની તપાસ કરશે. ગોંડા જિલ્લા મેજિસ્ટ્રેટે પણ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. નોર્થ ઈસ્ટર્ન રેલવેના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રેલવે ટ્રેકનું સમારકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રેલવે પ્રશાસનનો દાવો છે કે મોડી રાત સુધીમાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ જશે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ચીફ સેફ્ટી કમિશનરના નેતૃત્વમાં ઘટનાસ્થળે પહોંચેલી ટીમે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે અને ઘટનાસ્થળેથી રેલવે ટ્રેક અને આસપાસની માટીમાં વપરાયેલા લોખંડના નમૂના એકત્ર કર્યા છે.