જળ સંકટ ઉપવાસનો બીજો દિવસ, આતિશીએ કહ્યું ‘જ્યાં સુધી પાણી નઈ આપો ત્યાં સુધી હું ભોજન નહીં કરું’

ગુજરાત
ગુજરાત

દિલ્હીના લોકો લગભગ એક મહિનાથી પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણીની કટોકટીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીના ઘણા ભાગોમાં લોકોને ટેન્કરથી પાણી ભરવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. દરમિયાન, શુક્રવારે (21 જૂન), આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના જળ મંત્રી આતિશીએ ‘અનિશ્ચિત ઉપવાસ’ શરૂ કરી દીધા છે.

‘મેં દરેક સંભવિત વિકલ્પ અજમાવ્યો…’, આતિશી

દિલ્હીના જળ મંત્રી આતિશીએ કહ્યું, ‘મેં દરેક સંભવિત માર્ગનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે હરિયાણા સરકાર કોઈપણ માર્ગે પાણી આપવા તૈયાર ન હતી, ત્યારે મારી પાસે ઉપવાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. દિલ્હીના લોકો પાણીના એક-એક ટીપાને તરસી રહ્યા છે, તેથી જ હું ગઈકાલથી ઉપવાસ પર બેઠી છું. આજે પણ પાણીની અછત છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 110 એમજીડી પાણીનો ઘટાડો નોંધાયો હતો. જ્યાં સુધી હરિયાણા સરકાર દિલ્હીને પાણી નહીં આપે ત્યાં સુધી હું ભૂખ હડતાળ પર રહીશ. જ્યાં સુધી દિલ્હીના 28 લાખ લોકોને હરિયાણામાંથી પાણી નહીં મળે ત્યાં સુધી હું ભોજન નહીં કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.