ચક્રવાતી તોફાન ‘દાના’ એ બતાવ્યું તેનું ઉગ્ર સ્વરૂપ, વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ ખોરવાયા, જાણો અપડેટ્સ
ચક્રવાતી તોફાન ‘દાના’ના લેન્ડફોલની વ્યાપક અસર જોવા મળી રહી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે તોફાની પવનો સાથે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં તોફાન દાનાના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા પડી ગયા છે. ઘણા રહેણાંક વિસ્તારોમાં મકાનોને પણ નુકસાન થયું છે. ઓડિશાના ભદ્રકના ધામરા વિસ્તારમાં દરિયાકાંઠાના ગામડાઓમાં વૃક્ષો પડી જવાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. વાવાઝોડાની અસર ઓછી થયા પછી જ નુકસાનનું સંપૂર્ણ આકલન કરી શકાશે.
રસ્તાઓ અવરોધિત
ઓડિશા ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પહેલા અમે NH અને અન્ય રસ્તાઓને સાફ કરીશું અને પછી અમે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધીશું. અમારી બે ટીમ ધામરામાં કામ કરી રહી છે. હજુ સુધી અમારી પાસે કોઈ ગંભીર નુકસાન વિશે કોઈ માહિતી નથી.
દાના તોફાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રાજ્ય સરકારની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.