
વર્તમાનમાં આદુના ભાવ આસમાને થયા
નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં આદુની આવકમાં ભારે ઘટાડો થવાથી ભાવ ઉંચે જવા લાગ્યા છે.ત્યારે જથ્થાબંધ બજારમા તેનો કિલોનો ભાવ રૂ.130 થી 150 બોલાય છે,જ્યારે છૂટકમા આદુના ભાવ રૂ.200ને આંબી ગયા છે.આદુની કિંમતમાં ધરખમ વધારાને લીધે અદરકની ચા વેચતા ટી-સ્ટોલવાળા અને ઘરમાં ચામાં આદુ નાખવાની ટેવ હોય એમણે આદુના વપરાશનું પ્રમાણ ઘટાડવું પડયું છે.રાજ્યમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગોમાં કરા પડવાથી આદુના પાકને બહુ નુકસાન થયું છે.આમ સામાન્ય રીતે નવી મુંબઇની માર્કેટમાં નાશિક,ઔરંગાબાદ,બુલઢાણા અને યવતમાળથી મોટા પ્રમાણમાં આદુની આવક થતી હોય છે પરંતુ આ વખતે બુલઢાણા અને યવતમાળથી આદુની આવક સાવ ઘટી ગઇ છે.બીજીતરફ આદુની માંગમાં સતત વધારો થતો હોવાથી કિંમત વધવા પામી છે.