વર્તમાન વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજ રાત્રે શરૂ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વર્તમાન વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ આજ રાત્રે શરૂ થશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહી.ત્યારે વિશ્વના અમુક દેશોના લોકો જ આ ખગોળીય ઘટનાના સાક્ષી બની શકશે.આ અગાઉ વર્ષનું પ્રથમ સુર્યગ્રહણ થયુ હતું જે ભારતમાં જોવા મળ્યુ ન હતું.વર્ષ 2023માં 4 ગ્રહણ થવાના છે.તેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે.પ્રથમ સૂર્યગ્રહણ થયું છે જે ગત 20 એપ્રિલે થયું હતું, જે ભારતમા દેખાયુ ન હતુ ત્યારે પ્રથમ સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે.આ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થશે.આ ચંદ્રગ્રહણ રાત્રે 8:45 વાગ્યે શરૂ થશે અને 1 વાગ્યે પૂર્ણ થશે.આ ચંદ્રગ્રહણ યુરોપ,મધ્ય એશિયા,ઓસ્ટ્રેલિયા,આફ્રિકા,એન્ટાર્કટિકા,પેસિફિક એટલાન્ટિક તેમજ હિંદ મહાસાગરમાં જોઈ શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.