રશિયન ચામાચિડિયામાં વાઇરસ મળી આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો નવો વાઇરસ શોધી કાઢવામાં આવ્યો છે જેનો માણસોને ચેપ લાગી શકે છે અને કોરોના સામેની તમામ રસીઓનો તે પ્રતિકાર કરી શકે છે.આ ચામાચિડિયાના વાઇરસમાં ખોસ્ટા-૨ નામના સ્પાઇક પ્રોટીન્સ મળી આવ્યા છે,જે માનવકોશમાં ચેપ લગાડી શકે છે.આ વાઇરસ એન્ટીબોડી થેરપી અને બ્લડ સિરમ સારવારને પણ દાદ આપતાં નથી.વાઇરસ ચેપ લગાડવા માટે માનવકોશમાં પ્રવેશવા સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે.જે બંને વાઇરસ ખોસ્ટા-૨ અને સાર્સ કોવ-૨ સાર્બેકોવાઇરસ પરિવારના સભ્યો છે.જેમાં ખોસ્ટા-૨ વાઇરસ પશ્ચિમ રશિયામાંથી મળી આવ્યો છે.આ વાઇરસ દુનિયાના આરોગ્ય સામે જોખમ સમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.