વર્તમાનમાં આર.બી.આઈએ રેપોરેટ 0.50 ટકા વધાર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના મહામારી બાદ દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અને મજબૂતી આપવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઢીલી મોનીટરી પોલિસી લાગુ કરવામાં આવી હતી,પરંતુ તેની અવળી અસર દેશના ફુગાવા પર પડતી જોવા મળી હતી.આમ વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઉચકાયેલી માંગને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે.જેમા ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં ક્રમશઃ વધારો કરતી જોવા મળી રહી છે.ત્યારે ગત સપ્તાહે યુ.એસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના સૌથી મોટા વ્યાજદર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજદર વધારો હતો અને આજે પૂરી થયેલી આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે.આમ આરબીઆઈએ 5 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9 થી વધારી 5.4 કર્યા છે.આ સાથે ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટની મોનેટરી પોલિસીના અંતે નાણાકીય વર્ષ 2023 માટે દેશના વૃદ્ધિદરનું અનુમાન 7.2 ટકા યથાવત રાખવામાં આવ્યું છે.આ સિવાય એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે વ્યાજદરનું અનુમાન 6.7 ટકા મૂકવામાં આવ્યું છે.આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ હતું કે જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ 6.2%, ઓક્ટોબર ડિસેમ્બર કવાર્ટર માટે જીડીપી ગ્રોથ 4.1% અને જાન્યુઆરી-માર્ચ 2023ના ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ચાર ટકા અંદાજવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.