મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા મળી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સિકયોરીટી વધારી દીધી છે.ત્યારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.જોકે આ સિકયોરીટીનો ખર્ચ મુકેશ અંબાણી ભોગવશે.આ ખર્ચ માસિક રૂ.40 લાખથી 45 લાખ આવશે.મુકેશ અંબાણીની સિકયોરીટી એવા સમયે વધારવામાં આવી છે,જયારે ગત વર્ષે તેમના ઘર એન્ટીલિયા બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી,જેમાં જિલેટીનની સળીઓ મળી આવી હતી.આ ઉપરાંત તેમને ધમકીભર્યા કોલ પણ આવતા હતા.આમ સીઆરપીએફના લગભગ 58 કમાંડો મુકેશ અંબાણી અને તેમના પરિવારની 24 કલાક સુરક્ષા માટે તૈનાત રહેશે.આ કમાન્ડો જર્મનીમાં બનેલી હેકલર એન્ડ કોચ એમપી-5 સબમશીન ગન સહિત આધુનિક હથિયારોથી સજજ રહે છે.આ મશીન ગનમાંથી એક મીનીટમાં 800 રાઉન્ડ ગોળીઓ છોડી શકાય છે.આમ ઝેડ પ્લસ સિકયોરીટી ભારતમાં વીવીઆઈપીની સૌથી હાઈ લેવલની સુરક્ષા છે.જે અંતર્ગત 6 સેન્ટ્રલ સિકયોરીટી લેવલ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.