મેકસીકોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મેકસીકોમાં આજે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેને બદલે બે લોકોના મોત થયા હતા અને મિલ્કતોને વ્યાપક નુકશાન થયું હતું. ધરાત બાદ રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.આમ ત્રણ દિવસ પુર્વે જ પશ્ચિમ અને મધ્ય મેકસીકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ટુંકાગાળામાં ફરી ધરતી ધણધણતા ગભરાટનો માહોલ ઉભો થયો હતો.જેમાં અમેરિકી જીયોલોજીકલ સર્વેના રિપોર્ટ મુજબ પેસીફીક કાંઠાની નજીક પશ્ચિમી પ્રાંતમાં ભૂકંપ સર્જાયો હતો.સમગ્ર પશ્ચિમી પ્રાંત ધ્રુજી ઉઠયો હતો. જેમાં અમુક સ્થળોએ ભેખડ ધસી પડવાની ઘટનાઓ બની હતી ઉપરાંત ઈમારતોને પણ વ્યાપક નુકશાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.