
વર્તમાનમાં ફિલિસ્તીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ફિલિસ્તીનમાં વર્તમાનમા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આમ ફિલિસ્તીનમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે.તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ત્યારથી અત્યારસુધીમાં બંને દેશોમાં 8000 જેટલા લોકોના મોત થયા છે.જેના કારણે બંને દેશોમાં ભૂકંપથી 6000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી.ત્યારે ફિલિસ્તીનમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિમી ઉત્તરમાં 10 કિમી ઊંડે રહ્યું હતું.જેમાં ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા.ત્યારે હજુસુધી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે.બીજીતરફ સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે,જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે.તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી,જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું છે.આગામી સમયમાં તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.