ભૂતાને વર્તમાનમાં પ્રવાસન માટેના દરવાજા ખોલ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભૂતાન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.પરંતુ કોરોના મહામારીના કારણે ભૂતાને આશરે 2.5 વર્ષો સુધી પ્રવાસીઓ માટે પોતાના દરવાજા બંધ રાખવા પડ્યા હતા.ત્યારે આવતીકાલથી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સહેલાણીઓ માટે ભૂતાનના દરવાજા ખુલી રહ્યા છે.જેમાં ભૂતાનના પર્યટન મંત્રાલયે આગામી 23મી સપ્ટેમ્બરથી તેમની સીમાઓ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે.ત્યારે ભારત સિવાયના અન્ય દેશોના પર્યટકો માટે ભૂતાન પ્રવાસ પહેલાની સરખામણીએ ખૂબ મોંઘો બની ગયો છે.જેમાં ભારત સિવાયના દેશોના પ્રવાસીઓ માટેનો વિકાસ શુલ્ક 65 ડોલરથી વધારીને 200 ડોલર કરી દેવામાં આવ્યો છે.આમ ભૂતાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોના પહેલા વર્ષ 2019માં 2.30 લાખથી વધારે ભારતીય પર્યટકોએ ભૂતાનની મુલાકાત લીધી હતી.તે પૈકીના 16,000થી વધારે લોકોએ ભૂતાનમાં 3-4 દિવસ વીતાવ્યા હતા,જ્યારે 4,496 લોકોએ 15થી વધારે દિવસો ભૂતાનમાં ગાળ્યા હતા.આમ ભૂતાનની મુલાકાત લેનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીય પર્યટકોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે.ભારતીય પર્યટકોને ભૂતાન પ્રવાસ માટે વિઝાની કોઈ આવશ્યકતા નથી હોતી,જ્યારે વિદેશી પર્યટકોએ ભૂતાન પ્રવાસ માટે વિઝા મેળવવા પડે છે જેમાં બાંગ્લાદેશ અને માલદીવના પ્રવાસીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવે છે.આમ ભૂતાન સરકારે જળવાયુ પરિવર્તનના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.